હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

મોરબી: પત્નીની દવા લેવા જતાં યુવાનના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું રાજકોટ સારવારમાં મોત


SHARE











મોરબી: પત્નીની દવા લેવા જતાં યુવાનના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું રાજકોટ સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક ગઈકાલે સાંજના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઈને જતાં મૂળ યુપીના યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલા યુવાનને ૧૦૮ વડે મોરબીની સિવિલમાં અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો.જ્યાં રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત અકસ્માત બનાવ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી ગોકુલનગર નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપની સામેના ભાગે ગઈકાલ તા.૧૩-૩ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જે બનાવમાં બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દ્રકુમાર માધવપ્રસાદ શાહુ (૩૦) મૂળ રહે. મીરજાપુર ઉત્તરપ્રદેશ હાલ રહે. શેરોન સીરામીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ જુના જાંબુડીયા તાલુકો જીલ્લો મોરબી વાળાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો જેથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં શૈલેન્દ્રકુમાર શાહુ નામના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવનનું મોત નીપજયું છે

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક શૈલેન્દ્રકુમાર શાહુ છેલ્લા સાત આઠ વર્ષથી મોરબી ખાતે રહેતો હતો અને અહીં સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને તેના પત્ની સાથે અહીં રહેતો હતો દરમિયાનમાં તેના પત્નીની દવા લેવા માટે ગઈકાલે સાંજે તે બાઈક લઈને નીકળ્યો હતો અને તે સરતાનપર ચોકડી નજીક પહોંચ્યો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલાકે તેને હડફેટે લીધો હતો જે બનાવમાં તેને ગંભીર ઇજા થતા મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજયું હતું હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવેલ છે 






Latest News