મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડમેડલ મેળવી ઇતિહાસ રચ્યો


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડમેડલ મેળવી ઇતિહાસ રચ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને પ્રકુલ પાનેસરીયા તેમજ કુલપતિ શ્રીમતી નિલાબંરીબેન દવે અને યુનિવર્સિટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ પદવિદાન સમારંભમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા નવયુગ મહિલા સાયન્સ કોલેજની 3 દિકરીઓએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો છે. આ વિશિષ્ટ સન્માન મોરબીની કોઈ કોલેજને આજ દિવસ સુધી પ્રાપ્ત થયું નથી. આ કોલેજની પંડ્યા પ્રેક્ષાએ B.Sc (Mathematics),  આદ્રોજા માનસી B.Sc (Microbiology) અને વડાવિયા રાધિકાએ B.Sc (Botany) માં ગોલ્ડ મેડલ મેળવેલ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોના સ્ટુડન્ટ્સ કરતા જે તે વિષયમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવાથી મળે છે. આ ત્રણેય સ્ટુડન્ટએ નવયુગની કાર્યપ્રણાલી, ગુરૂજનો, પી. ડી. કાંજીયા અને માતાપિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો. આ અભુતપુર્વ સિધ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ત્રણેય સ્ટુડન્ટ્સને બીરદાવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વાદ આપ્યા હતા.






Latest News