મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની નવી મેડિકલ કોલેજમાં થયેલ દુર્ઘટનામાં જેની બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં: કલેક્ટર


SHARE







મોરબીની નવી મેડિકલ કોલેજમાં થયેલ દુર્ઘટનામાં જેની બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં: કલેક્ટર

મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર શુક્રવારે સાંજે સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતી જેથી કરીને મજૂરોને ઈજા થયેલ હતી અને એક મજૂર ફસાઈ ગયો હતો જેને કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી સાત કલાક સીધી ચાલુ રહી હતી આ બનાવ સંદર્ભે હાલમાં કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને ત્યાર બાદ કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં કલેક્ટર સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં જેની પણ બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં

મોરબીના સનાળા ગામ થી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા જેથી ત્રણ મજૂરોને ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા સાત કલાક સુધી કરવામાં આવી હતી

આ બનાવમાં બાદ માર્ગ અને મકાન વિભાગ આરોગ્યના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા મેડિકલ કોલેજ બનવાનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવેલ છે તે કતીરા કન્ટ્રકશન કંપનીને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને ઘટના સ્થળે સલામતીના સાધનોની કેમ ઉણપ હતી તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે તેવું જાણવા મળેલ હતું ત્યાર બાદ મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કિરણ ઝવેરીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવી બની રહેલ મેડિકલ કોલેજમાં જે દુર્ઘટના બનેલ છે તેમાં વચગાળાનો અહેવાલ તૈયાર કરીને સરકારમાં મોકલાવવામાં આવેલ છે અને સબંધિત વિભાગ પાસેથી હાલમાં વિગતો માંગવામાં આવેલ છે અને તેમાં કોન્ટ્રાકટર કે પછી બીજા કોઇની પણ બેદરકારી સામે આવશે તો જેની પણ બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં






Latest News