મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોડાઉનમાંથી પકડાયેલ નસીલી સિરપના કાંડમાં મુખ્ય મુત્રાધાર રવિ કંડીયાની ધરપકડ


SHARE







મોરબીમાં ગોડાઉનમાંથી પકડાયેલ નસીલી સિરપના કાંડમાં મુખ્ય મુત્રાધાર રવિ કંડીયાની ધરપકડ

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ હતી અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતો હતો અને અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ હાલમાં ૧૦ દિવસના રિમાન્ડ ઉપર છે તેવામાં તપાસની અધિકારીની ટીમ દ્વારા આ ગુનામાં મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી તાલુકાનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં થોડા સમય પહેલા રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં મોરબી સુધી લઈ આવવામાં આવી હતી 

આ ગુનામાં પકડવામાં આવેલ ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાના આગામી તા ૧૫ સુધી એટ્લે કે ૧૦ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે જેથી હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે અને આ ગુનામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ), માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવેલ હતા તેવામાં તપાસનીસ અધિકારી દ્વારા મુખ્ય સૂત્રાધાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા ની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં માલ જે ગોડાઉનમાંથી પકડાયો હતો તે ગોડાઉન ભાડે રાખનાર આરોપી પકડાયેલ હોય હવે માલ મોકલાવનાર આરોપી અને તેની સાથે સંકળાયેલા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે






Latest News