મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

પોલીસ જેવુ છેકે નહીં : મોરબીમાં અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેચી લેવા મહિલા ઉપર પાઈપ વડે હુમલાનો પ્રયાસ: કારમાં પાઇપ ફટકાર્યો, મારી નાખવાની ધમકી


SHARE







પોલીસ જેવુ છેકે નહીં : મોરબીમાં અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેચી લેવા મહિલા ઉપર પાઈપ વડે હુમલાનો પ્રયાસ: કારમાં પાઇપ ફટકાર્યો, મારી નાખવાની ધમકી

મોરબીના બાયપાસ રોડ ઉપર ફીદાય પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ફરિયાદ પાછી ખેંચી લેવા ગાળો આપી હતી અને ત્યાર બાદ ગાડીમાંથી લોખંડનો પાઇપ લઈને મહિલાને મારવા માટે એક શખ્સ પાછળ દોડ્યો હતો જેથી મહિલાએ બુમાં બૂમ કરી મુકતા તેના માતા-પિતા ઘરની બાજુમાં રહેતા હોય તેઓ આવી ગયા હતા જેથી ફરિયાદીની કારના કાચમાં લોખંડનો પાઇપ મારી તેમાં નુકસાની કરી હતી અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ હાલમાં એક શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબીના બાયપાસ રોડ ઉપર આનંદનગર પાસે આવેલ ફીદાય પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન નજરુદ્દીનભાઈ કચરાણી જાતે ખોજા (૨૫)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસીપાર્ક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તેઓના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપી કાળા કલરની થાર ગાડી લઈને આવ્યો હતો અને ફરિયાદી મહિલાએ અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લો તેમ કહીને ગાળો આપી હતી ત્યારબાદ ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી નીચે ઉતરી ફરિયાદીની પાછળ લોખંડનો પાઇપ લઈને તેને મારવા માટે દોડ્યો હતો ત્યારે ફરિયાદી મહિલાએ બૂમાબૂમ કરી મુકતા પાડોશમાં જ તેના માતા પિતા રહેતા હોય તેઓ ત્યાં આવી ગયા હતા જેથી આરોપીએ ફરિયાદીની હોન્ડા અમેઝ કાર નંબર જીજે ૩૬ એલ ૩૨૧૯ ના કાચમાં પાઇપ મારીને કાચ તોડી નાખીને ગાડીમાં નુકસાની કરી હતી તેમજ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ અને જીપી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News