મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો: તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું આપવામાં આવ્યું છે જેમાં અંગત કારણોસર તેઓ કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી રહ્યા છે તે પ્રકારનું લખાણ લખવામાં આવેલ છે

થોડા સમય પહેલા જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવેલ છે અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કે જેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોરબી માળિયાની વિધાનસભા બેઠક ઉપરથી એક કે બે નહીં પરંતુ છ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે તેઓ મોરબીના ધારાસભ્ય તરીકે એક પણ વખત ચૂંટાયા ન હતા અને છેલ્લે તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને નવા પ્રમુખની તાજેતરમાં વરણી કરાઇ છે દરમિયાન આજે તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ જાડેજા ને પોતાનુ લેખિત રાજીનામું મોકલાવી આપ્યું છે અને અંગત કારણોસર તેઓ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી રહ્યા છે તેવું લખાણ લખવામાં આવેલ છે અને વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહીને જે કામ કર્યું તેમાં સાથે રહેલા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે






Latest News