જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધાપરવાડી શાળામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધાપરવાડી શાળામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા ખાતે આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદાતાઓ વધુને વધુ મતદાન કરવા જાય અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે,વધુ ને વધુ મતદાન થાય એ મજબૂત લોકશાહી માટે આવશ્યક છે. એ માટે મોરબી જિલ્લાના સ્વીપના નોડલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કુ.નમ્રતાબેન મહેતા, કે.નિ. શિક્ષણ અશોકભાઈ વડાલિયા, પી.વી. રાઠોડ પૂર્વ શિક્ષણ નિરીક્ષક, રજનીકાંત ચીકાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં બંને શાળાના શિક્ષકોએ શાળાના પટાંગણમાં Vote For Better India, VOTE મારો અધિકાર, આઓ મતદાન કરે, લોકતંત્રનો આધાર વોટના જાય બેકાર વગેરે રંગોળીઓ બનાવી હતી.તેમજ આપણા ગુજરાતમાં લોકોનું રાજ છે, આપણાં ગુજરાતમાં મતદારોનું રાજ છે મત આપીને રાજી કરીએ ઓ વાલા..હાલોને મતદાન કરવા જેવા ગીતો ગાયા હતા. તેમજ મતદાતાઓની જાગૃતિ માટેના સૂત્રો જેવા કે મત આપીએ અને અપાવીએ, ચાલો કરીએ મતદાન દેશને બનાવીએ મહાન, યુવાન હોય કે યુવતી મતદાનની તક ન કરો જતી, દેશના વિકાસ માટે મતદાન, મતદારના મતનું રાખો ગુમાન, મતદાન કરવું આપણી ફરજ, ચૂકવીએ લોકશાહીનું કરજ વગેરે સ્લોગન બનાવ્યા હતા. અને આવેલા અધિકારીઓએ મતદાનના મહત્વ વિશે વાતો કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય તુષારભાઈ બોપલીયાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી તેવું દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ)એ જણાવ્યુ છે






Latest News