મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારામાં ઓવરબ્રિજ પાસે ટેન્કર પાછળ સુપર કેરી ગાડી ઘૂસી જતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





ટંકારામાં ઓવરબ્રિજ પાસે ટેન્કર પાછળ સુપર કેરી ગાડી ઘૂસી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારામાં બનાવમાં આવેલ ઓવરબ્રિજ પાસે ટેન્કર ચાલકે બ્રેક લગાવતાની સાથે જ પાછળના ભાગમાં આવી રહેલા સુપર કેરી ગાડી તેમાં અથડાઇ હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનને પગમાં ફ્રેક્ચર અને ગોળો ખસી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના માલિયાસણ ખાતે રહેતા રજાકભાઈ જમાલભાઈ ચૌહાણ જાતે સિપાહી (૫૦)એ અજાણ્યા ટેન્કર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો દીકરો મુનાબ રજાકભાઈ ચૌહાણ (૨૩) દૂધની સુપર કેરી ગાડી લઈને મોરબી તરફ ખાલી કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે ટંકારાના ઓવરબ્રિજ પાસે કોઈ અજાણ્યા ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા ફરીયાદીના દીકરાનું વાહન તેમાં પાછળના ભાગે અથડાયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં યુવાનોને પગમાં ફ્રેક્ચર અને ગોળો ખસી ગયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવ બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ત્યાંથી લઈને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા અજાણ્યા ટેન્કર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એલ. સેડા ચલાવી રહ્યા છે




Latest News