મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

નવલખી બંદરે ગાડી ચેક કરનારા સિક્યુરિટી ગાર્ડને હાથ-પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









નવલખી બંદરે ગાડી ચેક કરનારા સિક્યુરિટી ગાર્ડને હાથ-પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે સિક્યુરિટીમાં નોકરી કરતા યુવાને ગાડી ચેક કરી હતી જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તે યુવાનના ગામમાં આવીને તેને ત્યાં રોકીને ગાળો આપી હતી તેમજ હાથ પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે પૈકીના એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે, અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે જ્ઞાનનગરીમાં રહેતા ઈસ્માઈલભાઈ સલેમાનભાઈ જંગીયા જાતે મુસ્લિમ (૫૫)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો સમીર ઈસ્માઈલભાઈ જંગીયા માળીયા તાલુકાના નવલખી બંદર ઉપર સિક્યુરિટીમાં નોકરી કરે છે અને તે ત્યાં આવતી જતી ગાડીઓને ચેક કરવાનું કામ કરી રહ્યો છે દરમિયાન ફરિયાદીના દીકરાએ આરોપીઓની ગાડીને ચેક કરી હતી જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ તે બાબતનું મન દુઃખ રાખીને વવાણિયા ગામે સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં આવીને ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી તેમજ ફરિયાદીના દીકરાના હાથ પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.જે. ઝાલા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળિયા તાલુકાના વર્ષમેડી ગામે ફાટક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા તેની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા શીવાભાઈ સુરેશભાઈ પરસોંડા જાતે કોળી (૨૫) રહે. વાડા વિસ્તાર માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૨૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News