મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી કેરાળા (હ) નજીક કારખાનાના માટી ખાતામાં ટ્રક ટેલરનું વ્હીલ ફરી જતાં ચાર વર્ષના બાળકનું મોત


SHARE







મોરબી કેરાળા (હ) નજીક કારખાનાના માટી ખાતામાં ટ્રક ટેલરનું વ્હીલ ફરી જતાં ચાર વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ કારખાનાના માટી ખાતામાં ટ્રક ટેલરને રિવર્સમાં વળાંક લેતા સમયે ડ્રાઇવરે ચાર વર્ષના બાળકને હડફેટે લીધો હતો અને બાળકના માથા અને મોઢા ઉપરથી ટ્રકના વ્હીલને ફેરવી દીધા હતા જેથી કરીને તે બાળકને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતીમ મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામની સીમમાં આવેલ આઇકોલેક્સ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ઇડિયાભાઈ ચૌહાણ જાતે ભીલાલ આદિવાસી (૩૨) નામના યુવાને ટ્રક ટેલર નંબર આરજે ૯ જીસી ૬૮૩૩ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આઇકોલેક્સ સિરામિક કારખાના માટી ખાતાની અંદર આરોપીએ પોતાના હવાલા વાળા ટ્રક ટેલરને રિવર્સમાં લેતા સમયે વળાંકમાં ફરિયાદીના ચાર વર્ષના દીકરા મયંકને હડફેટે લીધો હતો અને તેના માથા તેમજ મોઢા ઉપર ટ્રકનું વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને તે બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સરાફતહુસૈન રહીમબક્ષ શાહ જાતે મુસ્લીમ ધંધો ડ્રાઇવીંગ (૪૮) રહે, રહે. ભાદસોડા તાલુકો ભદ્રેસર જીલ્લો ચિતોડ, રાજસ્થાન વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણામાં આવેલ દરિયાલાલ શેરીમાં રહેતા રફીકભાઈ હારુનભાઈ મોવર જાતે મિયાણા (૩૩)એ ટ્રક ટેલર નંબર જીજે ૧૨ બીપી ૦૭૮૩ ના ચાલક અલ્તાફભાઈ જાનમહમ્મદભાઈ સાપયા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એડી ૪૭૦૦ લઈને માળિયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને પેટના આંતરડાના ભાગમાં નુકસાન થયેલ છે તથા બંને હાથે પગે અને શરીરને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલરના ચાલક અલ્તાફભાઈ જાનમહમદભાઈ સાપયા જાતે વાઘેર (૩૬) રહે. વવાણીયા વાળાની ધરપકડ કરેલ છે






Latest News