મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આરીફ મીરના ડેલા પાસે દારૂની રેડ: ૪૫૦ લિટર દેશી દારૂ સાથે ત્રણ પકડાયા, મહિલા બુટલેગરને પકડવા તજવીજ


SHARE







મોરબીમાં આરીફ મીરના ડેલા પાસે દારૂની રેડ: ૪૫૦ લિટર દેશી દારૂ સાથે ત્રણ પકડાયા, મહિલા બુટલેગરને પકડવા તજવીજ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આરીફ મીરના ડેલા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સીએનજી રીક્ષામાંથી સાડા ચારસો લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રીક્ષા મળીને ૫૯,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને મહિલા બુટલેગરનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આરીફ મીરના ડેલા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીયું ૭૩૭૭ ને ચેક કરવામાં આવતા તેમાંથી સાડા ચારસો લીટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૯૦૦૦ રૂપિયાની કિંમત પણ દેશી દારૂનો જથ્થો તથા ૫૦,૦૦૦ રૂપિયાની રીક્ષા આમ કુલ મળીને ૫૯,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કુંદનકુમાર ગૌરીશંકર સિંહ જાતે રાજપૂત (૨૬) રહે. હાલ ભવાની ચોક સરકારી આવાસના મકાનમાં જંગલેશ્વર રાજકોટ મૂળ રહે બિહાર, નારણસિંહ કામતપ્રસાદ ધોહરે જાતે કતરોલીયા (૨૬) રહે. લલુડી વોકડી કેવડાવાળી પાસે ભાડાના મકાનમાં રાજકોટ મૂળ રહે એમપી અને ફૈઝલભાઈ ઉર્ફે ફેઝલો ફિરોજભાઈ સેડાત જાતે સંધિ મુસ્લિમ (૨૩) રહે. માળિયા ફાટક પાસે આણંદભાઈની વાડીની બાજુમાં મોરબી હાલ રહે. કાલિકા પ્લોટ આરીફ મીરના ડેલાની સામે મોરબી વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી ફરજાનાબેન એજાજભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ વાળાનું નામ સામે આવ્યું હોય તે સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News