મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE







મોરબીના લક્ષ્મીનગર પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજા થવાથી તેનુ મોત નિપજ્યુ હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા કરસનભાઈ દાનાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૬૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૯ ટી ૬૩૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ઓવરબ્રીજ ઉતરતા ગોડાઉન સામેના ભાગમાં ફરીયાદી નો દીકરો ૧૪ તારીખના રોજ બપોરના ૧૨/૧૫ વાગ્યાના અરસામાં રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે ફરિયાદીના દીકરા કાનાભાઈ કરસનભાઈ પરમાર (૩૦) ને ટ્રક ચાલકે હડફેટે લેતા તેને છાતી અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ ડી.ડીય જોગેલા ચલાવી રહ્યા છે






Latest News