મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા


SHARE







મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે બોલેરો ગાડી સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બહાદુર ગઢ ગામના પાટીયા પાસે આવેલ એરોન પ્લાસ વુડ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ ગોઠી જાતે પટેલ (૨૧)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે ૩૬ વી ૪૭૬૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા ૧૪/૨ ના સાંજના ૮:૩૦ વાગ્યાના અરસામાં તેનો નાનો ભાઈ દિવ્યેશ ઘનશ્યામભાઈ ગોઠી જાતે પટેલ (૨૦) તથા વિપુલભાઈ વિજયભાઈ નટ બંને બાઈક નંબર જીજે ૬ સીજી ૭૩૫૬ લઈને બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ અતિથિ પેપરમીલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે અકસ્માતના બનાવમાં દિવ્યેશભાઈ ને માથામાં અને પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નિપજ્યુ હતુ અને વિપુલભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા હાલમાં મૃતક દિવ્યેશભાઇના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News