મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી એસઓજીએ રાજકોટ શહેર ડીસીબી પોલીસના દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો


SHARE











મોરબી એસઓજીએ રાજકોટ શહેર ડીસીબી પોલીસના દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો

રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર યાદવે ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ નીચેના સ્ટાફને આ બાબતે સુચીત કરેલ હોય એસઓજીના પીઆઇ એમ.પી.પંડયા તેમજ સ્ટાફ આ અંગે પ્રયત્નશીલ હતા તે દરમ્યાનમાં સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ જોગરાજીયાને બાતમી મળી હતી કે, રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂ તેમજ ચીટીંગના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતો ફરતો આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચા જાતે લોહાણા રહે.રવાપર, ઘુનડા રોડ લોટસ એપાર્ટમેન્ટ મોરબી વાળો હાલે મોરબી-૨ ફ્લોરા ડી-માર્ટ પાસે ઉભેલ છે.જેથી તે સ્થળે વોચ ગોઢવીને ત્યાંથી રાહુલ અશ્વિનભાઈ કોટેચા જાતે લુવાણા (૩ર) ધંધો વેપાર રહે.લોટસ એપાર્ટમેન્ટ રવાપર ગામ ઘુનડા રોડ તા.મોરબીને ત્યાંથી હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે તેને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આપેલ છે. અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે આરોપી રાહુલ અશ્વિનભાઇ કોટેચાની વર્ષ ૨૦૨૧ માં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના ગુનામાં સંડોવણી સામે આવી હતી જેથી ત્યારે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી 

યુવીતી સારવારમાં

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર શેરી નંબર-૧૨ માં રહેતી સમીમબેન ફારૂકભાઈ દરજાદા (૧૮) નામની યુવતીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.ઘરે કોઈ દવા પી જતા તેણીને સારવાર માટે લાવવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણાવવામાં આવ્યું હતું અને બનાવને પગલે જાણ થતા બાદમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે તપાસ કરી હતી જેમાં માથાના દુખાવાના લીધે ભૂલથી અન્ય કોઈ દવા પી લેતા છાતીમાં બળતરા ઉપડી હતી જેથી તેઓને સારવારમાં લઈ જવા આવ્યા હતા.

બાળકી સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામે રમેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની રવિનાબેન નાનજીભાઈ ભીલ નામની ૧૨ વર્ષીય બાળકીને દવા પી ગયેલ હાલતમાં હળવદ ખાતે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.ત્યાં તેણીની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ભૂલથી દવાયુકત વાસણમાં પાણી પી જવાથી આ બનાવ બન્યો હોવાનું હાલ તપાસમાં સામે આવેલ છે તેમ પોલીસે જણાવે છે.




Latest News