મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદ, માળીયા અને વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ચાર જુગારી પકડાયા, બે ની શોધખોળ


SHARE







હળવદ, માળીયા અને વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ચાર જુગારી પકડાયા, બે ની શોધખોળ

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં મંદિર પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી ૧૮,૮૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને વધુ એક શખ્સનું નામ આવ્યું સામે આવ્યું હોય ત્રણ શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૩,૮૦૦ ની રોકડ તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૮,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિનોદ બુધાલાલ સોલંકી જાતે દેવીપુજક (૪૫) અને સંજય રૂપાભાઈ સીતાપરા જાતે કોળી (૩૫) રહે. બંને પંચમુખી ઢોરા વિસ્તાર હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રવિભાઈ ભુરાભાઈ રબારી રહે ભવાનીનગર ઢોરો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે લુહાર શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૭૫૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ પાસેથી પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો કોળી રહે. હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે વાંકાનેરમાં ખોજા ખાના શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અસરફભાઈ કરીમભાઈ રફાઈ જાતે ફકીર (૨૩) રહે ખોજા ખાના શેરી વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News