મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

સોશિયલ મીડિયાની આડ અસર : સોશિયલ મિડીયા વડે સંપર્કમાં આવેલ પરિણીત પ્રેમી પંખીડાએ મોરબી નજીક કેનાલમાં ઝંપાવ્યું, પ્રેમી યુવાન અને તેને બચાવવા પડેલ પિતા સહિત બે મોત


SHARE











સોશિયલ મીડિયાની આડ અસર : સોશિયલ મિડીયા વડે સંપર્કમાં આવેલ પરિણીત પ્રેમી પંખીડાએ મોરબી નજીક કેનાલમાં ઝંપાવ્યું, પ્રેમી યુવાન અને તેને બચાવવા પડેલ પિતા સહિત બે મોત

હાલના સમયમાં સોશિયલ મીડિયાની ઘણી આડ અસરો સમયાંતરે સમાજમાં સામે આવતી હોય છે અને અણધાર્યા બનાવો બનતા હોય છે.તેઓ જ એક વધુ બનાવ મોરબીમાં સામે આવ્યો છે.જેમાં સોશિયલ મીડિયા વડે સંપર્કમાં આવ્યા બાદ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો વતની અને હાલ પરીવારની સાથે જામનગર ગુલાબનગરમાં રહેતા પરિણીત યુવાનને અમદાવાદ ખાતે રહેતી પરણીત પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ થઇ જતા બંનેએ દસેક દિવસ પહેલાં ઘર છોડી દીધા હતા અને અહીં મોરબીના લખધીરપુર રોડ ઉપર કોઈ પુંઠ્ઠાના કારખાનામાં બંને રહેતા હતા જે અંગે અમદાવાદ ખાતે રહેતી પરણીતાના પરિવાર દ્વારા ત્યાં કરવામાં આવેલી અરજીની તપાસનો રેલો જામનગર ખાતે રહેતા યુવક સુધી પહોંચ્યો હતો.જેથી યુવકના પિતા સહિતનાઓ બંનેને શોધવા માટે નીકળ્યા હતા અને મોરબી આવ્યા હતા.દરમ્યાનમાં યુવકના પિતા સહિતનાઓએ બંનેને લખધીરપુર રોડ ઉપરથી શોધી કાઢ્યા હતા.તે સમયે પરિણીત પ્રેમી પંખીડાએ સજોડે બાજુમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવી દીધું હતું.જેથી બંનેને બચાવવા માટે યુવાનના પિતા તથા અન્ય લોકો કેનાલમાં પડ્યા હતા.જોકે અન્ય લોકોને અમદાવાદની પરિણીત પ્રેમિકાને બચાવી લીધી હતી અને કેનાલમાં પડેલ પ્રેમી યુવાન અને તેને બચાવવા તેની પાછળ પડેલ યુવકના પિતા એમ બે લોકો (પિતા-પુત્ર) ના હાલ મોત નીપજયા હોય આ બનાવે શહેરભરમાં ચર્ચા જગાવી છે.

 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ થાનનો અને હાલ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો યુવાન અમદાવાદની પરણીતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ વડે સંપર્કમાં આવ્યો હતો અને સમાજ એક નહીં થવા દે તેમ વિચારીને બંને મોરબી આવ્યા હતા અહીં બંને લખધીરપુર રોડ ઉપર પૂંઠાના કારખાનામાં મજૂરી કામે રહ્યા હતા અને દરમિયાનમાં જ્યારે પરિણીતા ફોન ઉપર આ યુવક સાથે વાત કરતી હતી તેની જાણ મહિલાના પરિવારને થઈ જતા ત્યાં અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી જેની તપાસનો રેલો જામનગર સુધી પહોંચ્યો હતો અને યુવાન જામનગર રહેતો હોય તેના પરિવારને આ સમગ્ર બાબતની જાણ થતા યુવાનનો પરિવાર બંનેને શોધવા માટે નીકળ્યો હતો.જામનગરના ગુલાબનગરમા રહેતા એક સંતાનના પિતા કિશન ભરતભાઇ લકુમ વાંઝા (૨૨) નામના યુવાનને અમદાવાદમાં રહેતી નેહા વિક્રમભાઈ નામની એક સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા આ પરિણીત પ્રેમી યુગલ ઘર છોડીને મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં સાથે રહીને મજૂરી કરવા લાગ્યા હતા..! બંને મોરબી હોવાની યુવકના પિતા સહિતના પરિવારને જાણ થતા તેઓ પોતાના પુત્રને શોધવા મોરબી આવ્યા હતા અને બન્નેને શોધીને સાથે લઈ જતા હતા ત્યારે પ્રેમીયુગલે સમાજ એક નહિ થવા દે તેમ વિચારીને લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક સામેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી દીધુ હતુ.જેથી બંનેને બચાવવા માટે કિશનના પિતા ભરતભાઇ જેસિંગભાઈ લકુમ તેમજ તેમની સાથે આવેલા અન્ય લોકોએ પણ યુવક-યુવતીને બચાવવા તા.૬ ના સાંજે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ.જોકે અન્ય લોકોએ અમદાવાદની પરિણીત પ્રેમીકા નેહા વિક્રમભાઈને બચાવી લીધી હતી.જ્યારે કિશન ભરતભાઇ લકુમ વાંજા (૨૨) અને તેના પિતા ભરતભાઈ જેસીંગભાઇ લકુમ વાંઝા (૪૫) ના ડુબી જવાથી મોત નીપજ્યું હતા.તા.૭ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં કેનાલમાંથી પિતા-પુત્ર બંનેના મૃતદેહ બહાર કઢવામાં આવ્યા હતા.બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News