મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા નવજાત શિશુના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના મહેન્દ્રપરા નવજાત શિશુના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ પાસે પ્રકાશ ડેરીની પાછળના ભાગમાં કોઈ અજાણી મહિલા નવજાત બાળકના મૃતદેહને ત્યજીને નાસી ગઈ હતી જેથી કરીને આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નવજાત બાળકના મૃતદેહને કબજે કર્યો હતો અને ત્યાર બાદ બાળકના મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવા આવેલ હતો અને આ બનાવ અંગે હાલમાં અજાણી મહિલાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં પ્રકાશ ડેરી પાછળના ભાગમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા બાળકના જન્મને છુપાવવાના ઇરાદા સાથે જન્મતી વખતે મૃત્યુ પામેલ તાજા જન્મેલ નવજાત બાળકના મૃતદેહને ત્યાં ત્યજી દેવામાં આવ્યો હતો જે અંગેની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને મૃત હાલતમાં મળી આવેલ નવજાત શિશુના બોડીને કબજે કર્યું હતું અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધીને પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.આર સોનારા ચલાવી રહ્યા છે






Latest News