મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા


SHARE







મોરબીની સબ જેલમાંથી આજીવન કેદના બે આરોપીઓને જેલમુક્ત કરાયા

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા પામેલ બે કેદીઓને સારી વર્તણુક સહિતની બાબતોને ધ્યાને રાખીને જેલ તંત્ર દ્વારા આપેલ રીપોર્ટ આધારે કમિટી દ્વારા જેલમુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઇકાલે બે આજીવન કેદના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા

મોરબીની સબ જેલમાં જુદાજુદા ગુનાના આરોપીઓને રાખવામા આવતા હોય છે તેમાં આજીવન કેદની સજા પામેલ જામમામદ આમદ ભટ્ટી (૪૫) તેમજ કુંવરબેન ઘોઘા નગવાડીયા (૬૨)ને પણ રાખવામા આવ્યા હતા અને જેની માહિતી આપતા જેલના અધિકારી જણાવ્યુ હતું કે, જામમામદ ભટ્ટી હત્યાના ગુનામાં તા. ૧૩/૯/૨૦૦૦ થી આજીવન કેદની સજામાં મોરબીની જેલમાં છે અને તેને ૧૬ વર્ષનો સમયગાળો જેલમાં થયેલ છે અને આ કેદીએ જેલમાં અલગ અલગ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તાલીમ કોર્સમાં ભાગ લીધો હતો અને આંબેડકર યુનીવર્સીટીમાં અભ્યાસ કરી સર્ટીફીકેટ કોર્સ પણ કર્યો હતો આવી જ રીતે આજીવન કેદના આરોપી કુંવરબેન ઘોઘાના પુત્રવધુ સળગીને મોત પામ્યા હતા જે ગુનામાં તા. ૮/૮૨૦૦૮ થી મોરબીની જેલમાં છે અને તેને પણ ૧૬ વર્ષનો સમય જેલમાં કાઢ્યો છે આ બંને કેદીઓ માટે કમિટીને રીપોર્ટ મોકલાયો હતો જેના આધારે તેઓની પ્રવૃતિઓ, સારી વર્તણુકને ધ્યાને લઈને સરકાર દ્વારા બંને કેદીઓને જેલમુક્ત કરવાનો આદેશ કરેલ છે જેથી તેને ગઇકાલે સાંજે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી






Latest News