મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે સીસીટીવી કેમેરા-બોર્ડમાં ધોકા મારીને કર્યું નુકશાન: ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં સ્કાય મોલ પાસે સીસીટીવી કેમેરા-બોર્ડમાં ધોકા મારીને કર્યું નુકશાન: ત્રણ સામે ગુનો નોંધાયો

મોરબીના સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ ઓફિસે સીસીટીવી કેમેરા મુકવામાં આવે છે જે સીસીટીવી કેમેરા તેમજ ઓફિસના બોર્ડને લાકડાનો ધોકા મારીને તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે મોટી કેનાલ મેન રોડ યદુનંદન-૧ ખાતે રહેતા જીવણભાઈ ખીમાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા (૫૭) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયેશ રબારી રહે. રબારીવાસ મોરબી અને રાજ રાજુ સિક્યુરિટી તેમજ વાલ્વા ધર્મેશ રહે. બંને સ્કાય મોલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યું છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની બાજુમાં તેની ઓફિસ આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે અને આ આરોપીઓએ લાકડાના ધોકા વડે સીસીટીવી કેમેરા, ઓફિસના બોર્ડ અને ખુરશીમાં તોડફોડ કરેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ભોગ બનેલા વૃદ્ધ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News