મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ પાર્કમાં મહિલા બુટલેગરના ઘર પાસે ૧૦ બોટલ દારૂ સાથે સ્કૂટર ઝડપાયું, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના સ્વામિનારાયણ પાર્કમાં મહિલા બુટલેગરના ઘર પાસે ૧૦ બોટલ દારૂ સાથે સ્કૂટર ઝડપાયું, આરોપીની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર સ્વામિનારાયણ પાર્કમાં મહિલા બુટલેગરના ઘર સામે પોલીસે દારૂની રેડ કરી હતી.ત્યારે દસ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦ હજારનું સ્કૂટર અને રૂા.૫૦૮૫ નો દારૂ આમ કુલ મળીને ૫૫,૦૮૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી પોલીસે તેણીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા રેખાબેન લલીતભાઈ વઘોરાના રહેણાંક મકાન સામે જ્યુપિટર સ્કૂટર નંબર જીજે ૩૬ એએચ ૦૦૪૪ માં દારૂની ૧૦ બોટલો રાખવામાં આવી હોવાની પોલીસને બાતમી મળી હતી.જેથી કરીને પોલીસે ૫૦ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર અને રૂા.૫,૦૮૫ ની કિંમતનો દારૂનો જથ્થો આમ કુલ મળીને રૂા.૫૫૦૮૫ ની કિંમતનો મુદ્દામાલને સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો જોકે આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા ત્યાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી.પાતાળિયા ચલાવી રહ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકી નામનો ૩૫ વર્ષનો યુવાન તેના ઘરે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હાલ પ્રાથમિક તપાસમાં તેઓના જણાવ્યા પ્રમાણે સામે આવ્યુ હતુ કે આર્થિક સંકળામણના લીધે ભુપતભાઈએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.

વૃદ્ધ સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા મનજીભાઈ ધનજીભાઈ પનારા નામના ૬૦ વર્ષના વૃદ્ધને અકસ્માત બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૧૭-૧ ના રોજ સાંજે સાતેક વાગ્યે ઘુનળા તરફથી મોરબી બાજુ આવતા રવાપર- ઘુનળા રોડ દ્વારકાધીશ પાર્ટી પ્લોટ પાસેથી તેઓ બાઈક લઈને જતા હતા.ત્યારે બાઈકની આડે અચાનક કૂતરું આડુ ઉતરતા તેઓએ બાઈકનું સંતુલન ગુમાવ્યુ હતું અને બાઈક ટ્રક સાથે અથડાઈ હતી.આ બનાવમાં તેઓને જમણા હાથના ભાગે ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આ બનાવની તપાસ કરવામાં આવી હતી.






Latest News