મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા ફાટક પાસે એસટી બસ અને કાર વચ્ચે અથડામણ 


SHARE







મોરબીના માળિયા ફાટક પાસે એસટી બસ અને કાર વચ્ચે અથડામણ 

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસના ખૂણા પાસે માળીયા ફાટક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા તા.૨૩-૧ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં સર્જાયેલ અકસ્માત બનાવમાં ગોધરા બસ સ્ટેશનની પીટોલ-મોરબી રૂટની બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૨૩૭ અને હુન્ડાઇ ઔરા કાર નંબર જીજે ૩૬ એએફ ૯૩૮૪ વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં કારના આગળના બોનેટ અને મશીનના ભાગે નુકસાની થવા પામી હતી.જોકે વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હોય કોઈ ઇજાગ્રત થયેલ છે કે કેમ તે બાબતે હાલ કોઈ વિગતો સામે આવેલ નથી.જોકે આ બનાવ સંદર્ભે હોસ્પિટલ કે પોલીસ સૂત્રોમાંથી પણ કોઈ વિશેષ માહિતી મળી શકે નથી.

સગીરા સારવારમાં

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતી યશ્વીબેન ગણેશભાઈ નામની ૧૫ વર્ષીય સગીરાને દુખાવો અને ઉલ્ટી ઉબકા થતા હોય તથા હાથે-પગે ધ્રુજારી ઉપડતા તેણીને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.અહીં હોસ્પિટલ ખાતે તેણીની તપાસ કરવામાં આવતા ઝેરી દવા પી લીધી હોવાનું ખુલ્યું હતું.બાદમાં લોહીના રિપોર્ટ લઈ આગળની તપાસ કરવામાં આવી હોવાનું અને બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા કંચનબેન છગનભાઈ મારૂ નામના ૫૪ વર્ષીય આધેડ મહિલાને વાહન અકસ્માતના બનાવમાં સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.વધુમાં આ બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કંચનબેન મારૂ બાઇકના પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપરથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાપાસીતારામ મઢુલી નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ અકસ્માતે નીચે પડી ગયા હતા.જેમાં તેઓને ઈજા થવાથી સારવાર માટે ખસેડાયા હતા.આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News