મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે આવેલ શિવ પાર્કમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના પીપળી પાસે આવેલ શિવ પાર્કમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી નજીકના પીપળી ગામની સીમમાં આવેલ શિવ પાર્કમાં યુવાને પોતાના ઘર પાસે બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ જાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવ પાર્ક-૨ શેરી નં-૧ માં રહેતા કિશોરભાઈ કાનજીભાઈ ખરા જાતે અનુ. જાતી (૨૯) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, શિવ પાર્કમાં તેઓએ પોતાના ઘર પાસે તેનો બાઇક નંબર જીજે ૩૬ કે ૫૩૪૮ કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઇમરાનભાઈ ગુલામભાઈ સામતાણી જાતે મિયાણા (૨૦) રહે. મિલ પ્લોટ નંબર-૩ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૮૦ ની રોકડ સાથે તેની ઝડપી લીધો હતો આવી જ રીતે વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કેશલ્યા જાતે રજપૂત (૩૩) રહે. દેલવાડીય   સાહેબના દવાખાના પાછળ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૩૦૦ ની રોકડ કબજે કરી ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News