ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ-ધારાસભ્યો અને કલેકટરની હાજરીમાં જિલ્લાના મહેસુલ, રોડ-રસ્તા, જીઆઇડીસી, આંગણવાડી તેમજ એસટી વિભાગના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબીના કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ તેમજ ધારાસભ્યઓ સહિતના હાજર રહ્યા હતા અને જુદાજુદા પ્રશ્નો ઉકેલવા માટેની ચર્ચા કરવામાં આવી હતી અને વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જાન્યુઆરી માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ તેમજ ધારાસભ્યઓ દ્વારા સો ચોરસ વાર પ્લોટની ફાળવણી, જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરી, જમીન દબાણ, દૂધ ઉત્પાદક સંઘ અને મંડળીઓ, જીઆઇડીસી, ખૂટતા સબ સેન્ટર, મકાન વિહોણી આંગણવાડીઓ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડના પ્રશ્નો, જમીન રે સર્વે અંગેની વાંધા અરજીઓ તેમજ હળવદ અમદાવાદ ખાસ બસ શરૂ કરવી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, ડીડીઓ ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News