ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું મોત


SHARE





ટંકારાના ઓટાળા ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તેનો દીકરો ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ભીખાભાઈ ગોલતરની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કુવરસિંહ રાયસીંગ કોળી (૬૫) નામના વૃદ્ધે ગઈકાલે વાડીમાં ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે વાડીમાં પડી ગયા હતા જેથી કરીને તેને તેનો દીકરા દિલદારભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ નજીક રહેતા કિશોરભાઈ દેવશીભાઈ પરમાર (૪૨) નામના યુવાનને વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર નજીક આવેલ પાટીદાર મોટર ગેરેજમાં કાચીંડો કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર સરદારનગરમાં રહેતા મહેશભાઈ લક્ષ્મણભાઇ ચાપાણી (૪૮) નામનો યુવાન મોરબીમાં જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી મહેશભાઈને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News