ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન


SHARE





સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સંદર્ભે ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામનામે વિવિધ કલા- સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રજીસ્ટ્રેશન ૧૩ મી સુધી કરાશે અને ૧૮ મી તારીખ સુધીમાં ક્રુતિ મોકલાવી આપવાની રહેશે

જેમાં રામ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો જેવાં રામાયણને લગતાં વિષયો પરનાં સર્જન વિવિધ કલા માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવાના રહેશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા ૧૦ વર્ષથી ઉપર (તા.૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ) ની રહેશે. દરેક સ્પર્ધાની સમય મર્યાદા વધુમાં વધુ ૩ મિનિટની રહેશે. આ સ્પર્ધાના માધ્યમમાં કાવ્ય રચના (પોતાના મૌલિક કાવ્યનું પઠન), ચિત્રકળા, એકપાત્રી અભિનય/ મોનોએક્ટીંગ, ગીત- સંગીત (સોલો તેમજ ગૃપ), વાર્તા કથન/ પ્રસંગ પ્રસ્તુતી, ભજન મંડળી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા. ૧૩ જાન્યુઆરી રાખવામા આવેલ છે અને રજીસ્ટ્રેશન કરવા માટે Registration link : https://forms.gle/B2d9FbazdWDMW93W9 લીંક ટચ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જેને ભાગ લીધેલ હોય તે સ્પર્ધકોએ પોતાની કૃતિ તા ૧૮ જાન્યુઆરી સુધીમાં અપલોડ કરવાની રહેશે. આ સ્પર્ધામાં મોરબીના વધુમાં વધુ લોકો ભાગ લે તેના માટે ભાજપ- ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા અનુરોધ કરાયેલ છે




Latest News