વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે મંદિર સહિત કુલ ૨૫૦ દબાણો જમીન દોસ્ત: હવે ૧૫ મીટર પહોળો રોડ બનશે


SHARE











મોરબીના પંચાસર રોડે મંદિર સહિત કુલ ૨૫૦ દબાણો જમીન દોસ્ત: હવે ૧૫ મીટર પહોળો રોડ બનશે

મોરબીના સર્કિટ હાઉસની સામેના ભાગમાં સરકરી જમીન ઉપર થયેલા દબાણોને થોડા દિવસો પહેલા જ તોડવામાં આવ્યા હતા ત્યાર બાદ મોરબીના પંચાસર રોડ ઉપર દબાણોને દૂર કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યારે પંચાસર રોડને પહોળો કરીને સીસી રોડ બનાવવા માટે મંદિર સહિત કુલ મળીને નાના મોટા ૨૫૦ જેટલા દબાણો જમીન દોસ્ત કરવામાં આવેલ છે અને આગામી આઠ માહિનામાં આ રસ્તાને સાડા ત્રણ કરોડના ખર્ચે ૧૫ મીટર પહોળો કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી પાલિકામાં ભાજપની બોડીને સુપરસીડ કરવામાં આવી ત્યારથી પાલીકમાં વહીવટદારનું શાસન છે અને હાલમાં મોરબીના જુદાજુદા વિસ્તારોમાં રોડના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે રોડના કામમાં નડતર રૂપ દબાનોને સરકારી બુલડોઝર ફેરવીને ધડોધડ તોડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના પંચાસર રોડને પહોળો કરીને સીસી રોડ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે આ રોડ સીસી રોડ બનવાનો છે ત્યારે રોડમાં નડતરરૂપ થતા દબાણ અને દૂર કરવા માટેની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અગાઉ જે મકાનો સહિતના દબાનોને દૂર કરવાના હતા તે દબાણકારોને નોટિસો આપી દેવામાં આવી હતી જેથી કરીને ત્યાં રહેતા લોકોએ તેઓના ઘરમાંથી ઘર વખરી સહિતનો સમાન બહાર કાઢી લીધો હતો જો કે, બાંધકામો તોડ્યા ન હતા

જેથી કરીને અધિક કલેકટર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર, ડીવાયએસપી સહિત અધિકારીઓએ અને કર્મચારીઓની હાજરીમાં મોરબી પાલિકાના છેલ્લા બે દાયકાના ઇતિહાસમાં સૌથી મોટુ ડિમોલેશન મંગળવારે સવારે શરૂ કરવામાં આવ્યું હતું અને પંચાસર રોડ ઉપર જે જગ્યાએ હાલમાં માત્ર નવ મીટર જેટલો જ રસ્તો હતો તે રસ્તના ૧૫ મીટર પહોળો કરવા માટે ડિમોલિશન શરૂ કર્યું હતું અને સવારથી સાંજ સુધીમાં એક મંદિર્મ ૨૦૦ જેટલા રહેણાંક મકાન સહિત કુલ મળીને નાના મોટા અઢીસો જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી તંત્ર દ્વારા તમામ દબાનોને દૂર કરવા માટે અને ઝડપથી કામ પૂરું કરવા માટે એક સાથે પાંચ જેટલા બુલડોજરોને કામે લગાડવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે આ રોડનું કામ સ્થાપત્ય કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યું છે અને આગમી આઠ માહિનામાં સાડા ત્રણ કરોડના ખર્ચે આ રોડને સીસી રોડ બનાવવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે






Latest News