ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે રમતોત્સવનું આયોજન


SHARE





મોરબીના ખાનપર ગામે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે રમતોત્સવનું આયોજન

વર્તમાન ટેક્નોલોજીના યુગમાં પ્રાચીન રમતો વિસરાઈ ગયેલ છે ત્યારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મોરબીના ખાનપર ગામે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેનારા તમામ ખેલાડીને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી વધુમાં વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લે તેના માટે અધિકારી અનુરોધ કરેલ છે

૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ "રાષ્ટ્રીય યુવા દિવસ" ની ઉજવણી એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલ દવેના માર્ગદર્શન તેમજ ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવી તેમજ જિલ્લા સંયોજક નાથાલાલના માર્ગદર્શનથી ખાનપર શાળા તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી તાલુકા સંયોજક નવનીત પટેલ દ્વારા ખાનપર હાઇસ્કૂલ ખાતે કરાયેલ છે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરેલ છે તેમાં મુખ્ય મહેમાન તરીકે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા હાજર રહેવા છે આ રમતોત્સવમાં પરંપરાગત પ્રાચીન રમતો એટ્લે કે, રસ્સા ખેંચ, ગીલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી અને લીંબુ ચમચી રમાડવામાં આવશે




Latest News