સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આડેધડ પાર્કિંગ, લારી, ગલ્લા અને પાથરણાંના દબાણોથી શહેરીજનોએ ત્રસ્ત: તંત્ર નિંદ્રાધીન


SHARE





મોરબીમાં આડેધડ પાર્કિંગ, લારી, ગલ્લા અને પાથરણાંના દબાણોથી શહેરીજનોએ ત્રસ્ત: તંત્ર નિંદ્રાધીન

મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તે પ્રકારે ગમે ત્યાં ગમે તે રીતનું દબાણ રસ્તા ઉપર અને તેની આજુબાજુમાં થઈ જતું હોય છે તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા અને પાથરણાંનો પ્રશ્ન છે જેને ઉકેલવા માટે આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું નથી અને જ્યારે પણ કોઈ અધિકારી આવવાના હોય કે મંત્રી આવવાના હોય ત્યારે તેઓને રૂડું રૂડું બતાવવા માટે થઈને પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરવામાં આવે છે અને લારી, ગલ્લા અને પાથરણાંના દબાણો ગણતરીની કલાકો કે પછી એકાદ દિવસમાં પાછા હોય તેમજ ગોઠવાઈ જાય છે તેવું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબીના પરાબજાર મેન રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફિસ અને એસબીઆઇની સામેના ભાગમાં જે વન-વે રસ્તો છે તે વન-વે રસ્તા ઉપર આડેધડ કાર, રીક્ષા સહિતના વાહનોને પાર્ક કરી દેવામાં આવે છે તેમજ ઘણી વખત રેકડીઓ ઊભી રાખી દેવામાં આવે છે તેમજ એસબીઆઇ બેન્ક અને પોસ્ટ ઓફિસની સામેના ભાગમાં અને આજુબાજુમાં પણ લારી, ગલ્લા અને પાથરણાંના કામી દબાણો થઈ ગયા છે જે કોઈ અધિકારીને દેખાતા જ નથી આટલું જ નહીં પરંતુ પર આ પરાબજાર મેન રોડ ઉપર તેમજ શાક માર્કેટ ચોક  અને નગર દરવાજા ચોકમાં દિવસેને દિવસે દબાણો વધતા જાય છે તો પણ સ્થળ ઉપર હાજર રહેલા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આંખ ખાડા કાકરી રહ્યા છે ? અને પાલિકા તંત્ર તો જાણે મોરબી શહેર તેઓની જવાબદારીમાં આવતું જ નથી તે રીતે નિંદ્રાધીન અવસ્થામાં છે જેથી દબાણ કરનારાઓની હિમતમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તંત્રની નિર્માલ્યતા હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે આ તમામ પ્રકારના દબાણને દૂર કરવા માટે થઈને કયા અધિકારી હિંમત કરશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News