મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

આળસ ખંખેરી: મોરબીમાં સરકારી બુલડોઝર ફેરવીને બજાર કિંમત મુજબ ૭૦ કરોડની જમીન દબાણ મુક્ત કરાઇ


SHARE











આળસ ખંખેરી: મોરબીમાં સરકારી બુલડોઝર ફેરવીને બજાર કિંમત મુજબ ૭૦ કરોડની જમીન દબાણ મુક્ત કરાઇ

મોરબી શહેરના વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં જે સરકારી ખરાબની જગ્યા આવેલ છે ત્યાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટે થઈને તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ જગ્યા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી રહેણાંક કોમર્શિયલ અને ધાર્મિક દબાણ થઈ ગયા હતા તે દબાણ કરનારાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી ત્યાર બાદ મામલતદારની હાજરીમાં પાલિકાના સ્ટાફને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાનોને દૂર કરીને હાલમાં બજાર કિંમત મુજબ ૭૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં અધિકારીઓ જ્યારે તરસ લાગે ત્યારે કુવો ખોદવો તે પ્રકારની માનસિકતા સાથે કામ કરતા હોય તેવું દેખાય રહ્યું છે કારણ કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામે છેલ્લા ઘણા વર્ષોથી ધીમે ધીમે કરતાં રહેણાંક મકાનો, ભંગારના ડેલાના તથા અન્ય દબાણો થઈ ગયા હતા પરંતુ તેને દૂર કરવા માટેની લેસ માત્ર કામગીરી છેલ્લા વર્ષોમાં તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી જોકે મોરબી જિલ્લો બન્યા બાદ અનેક જગ્યાએ આગ અકસ્માતની જે ઘટનાઓ બની અને તેમાં લોકોના જાન માલને બચાવવા માટે રાહત કામગીરી કરવા બહારના જિલ્લાઓમાંથી ફાયરના સાધનો મંગાવવા પડ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનું અધ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ વારંવાર ઉઠતી હતી

હાલમાં મોરબી જિલ્લામાં અધ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં જે સરકારી ખરાબની જગ્યા છે ત્યાં વર્ષોથી દબાણ થઈ ગયું હતું તે દબાણ દૂર કરવા માટેની કામગીરી ગઈકાલે વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ૨૫ થી વધુ કાચા અને પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે જેની મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૫૬/૧ માં આવેલ સરકારી ખરાબાની જગ્યા ઉપર અદ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બનાવનું છે જેથી કરીને ત્યાં થઈ ગયેલા દબાણોને હાલમાં તોડી પાડવામાં આવેલ છે અને દબાણો દૂર કરીને ૯,૯૭૦ ચોરસ ફૂટ જેટલી જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવી છે

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાલમાં સરકારી બુલડોઝર ફેરવીને જે જમીનના ખુલ્લી કરવામાં આવી છે તેની જો બજાર કિંમતની વાત કરીએ તો આજની તારીખે અંદાજે ૭૦ કરોડથી વધુની રકમની સરકારી જમીન ઉપર જે દબાણ થયું હતું તે દબાણને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આવી જ રીતે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર તેમજ મોરબી જિલ્લાના જુદા જુદા ગામડાઓની અંદર કરોડો રૂપિયાની સરકારી જમીન અને ગોચરની જમીન ઉપર દબાણ ખડકાઈ ગયેલા છે પરંતુ તેની સામે હવે સરકારી બુલડોઝરનું મોઢું ક્યારે ફેરવવામાં આવશે તે આગામી સમય બતાવશે






Latest News