હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના લાલપર ગામની સીમમાં જાંબુડીયા રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામ કરતો અને લેબર કવાર્ટરમાં રહેતો યુવાન લેબર ક્વાર્ટરની છત ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે જાંબુડીયા રોડ ઉપર આવેલ ઇટાકા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મનીષભાઈ ગરીબદાસ વર્મા (૨૨) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં છત ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે






Latest News