મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડી ભડીયાદ કાંટા પાસે રહેતા યુવાનનો કામ ધંધો ચાલતો ન હતો જેથી કરીને તે ટેન્શનમાં રહેતો હતો અને દરમિયાન તે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી ભડીયાદ કાંટા પાસે રહેતા મહેશભાઈ ભાણજીભાઈ ડાભી (૩૦) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલ પી લેતા તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહેશભાઈનો કામ ધંધો ચાલતો ન હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા અને દરમિયાન તેણે ફિનાઇલ પી લીધેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે તેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના સોઓરડી શેરી નં-૬ માં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૨૯૦૦ રોકડા અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૭૯૦૦ ના મુદ્દા માલ સાથે અફઝલ અકબરભાઈ સમા જાતે સિપાઈ (૨૭) રહે. સો ઓરડી શેરી નં-૬ મેલડી માતાજીના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે  

મારા મારી

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ મારુતિ પાર્કમાં રહેતા ભાવેશ પ્રેમજીભાઈ પરમાર (૩૨) નામના યુવાનને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા શાંતિલાલ દેવરાજભાઈ ડાભી જાતે સતવારા (૫૦) નામના આધેડ બાઈકમાં મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હરી ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાં પાછળથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News