મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ખાટલા ઉપરથી ઊભા થતા નીચે પડેલા વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







હળવદ તાલુકામાં ખાટલા ઉપરથી ઊભા થતા નીચે પડેલા વૃદ્ધાનું સારવારમાં મોત

હળવદમાં ક્રિષ્ના પેપર કોરનના સિક્યુરિટી રૂમમાં સુતેલા વૃદ્ધા ખાટલા ઉપરથી ઊભા થયા હતા ત્યારે નીચે પડી જતા તેને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે વૃધ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામના રહેવાસી મણીબેન ભીમાભાઇ મકવાણા જાતે અનુ. જાતિ (૭૦) નામના વૃદ્ધા હળવદમાં ક્રિષ્ના પેપર કોરન નામના યુનિટમાં સિક્યુરિટી રૂમમાં ખાટલા ઉપર સુતા હતા દરમિયાન તેઓ ખાટલા ઉપરથી ઉભા થતાં પડી ગયા હતા જેથી કરીને તેને કપાળમાં ઇજા થઇ હોવાથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News