ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી અચાનક ચક્કજામ કરનારા ૨૨ શખ્સો સામે ગુનો નોંધાયો: ૧૦ની ધરપકડ


SHARE











મોરબીની રવિરાજ ચોકડી અચાનક ચક્કજામ કરનારા ૨૨ શખ્સો સામે ગુનો નોંધાયો: ૧૦ની ધરપકડ

ભારત સરકાર દ્વારા રોડ ઉપર દિવસેને દિવસે વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને મોરબીની રવિરાજ ચોકડી પાસે ડ્રાઇવરો દ્વારા શનિવારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ૧૦ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં આ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૨૨ જેટલા શખ્સોની સામે ગુનો નોધી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દેશના જુદા જુદા જિલ્લાઓમાં હાઇવે રોડ ઉપર થતા અકસ્માતોમાં અનેક લોકોના જીવ ગયા છે અને અકસ્માત સર્જીને વાહન ચાલકો પોતાના વાહનો સ્થળ ઉપરથી લઈને નાસી છૂટતા હોવાના કારણે ભોગ બનેલા પરિવારજનોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ તો વાહન ન મળવાના કારણે ગુનાના ડિટેકશન સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે તેમજ ભોગ બનેલા પરિવારને વીમાની રકમ મેળવવામાં પણ ઘણી વખત હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા અકસ્માતના કાયદામાં ફેરફાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં અકસ્માત સર્જનાર જો અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી વાહન લઇને નાસી જાય તો દસ લાખનો દંડ અને દસ વર્ષની સજા આ પ્રકારની જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ છે

જેથી કરીને મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરો દ્વારા શનિવારે સવારે અચાનક જ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને વાહનોના થપ્પા લાગી ગયા હતા આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને થતાં તાલુકા પીઆઇ કે.એ. વાળા તેમજ તેઓની ટીમ અને એલસીબીના જવાનો ત્યાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર ચકાજામ કરનારા ટ્રક ડ્રાઇવરોને રસ્તા ઉપરથી દૂર કરી ટ્રાફિકને કાર્યરત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન સ્થળ ઉપરથી શનિભાઈ રમેશભાઈ વાંજા (૨૩) રહે. માધવ ગૌશાળા પાસે રવાપર, મુકેશભાઈ બાબુભાઇ કોળી (૩૦) રહે. વીશીપરા મોરબી, શંકરભાઈ ભવરસિંગ ભીલ (૨૮) રહે. ટીબડી પાટીયા પાસે મોરબી, મુકેશભાઈ તેરૂભાઈ ભીલ (૨૯) રહે. માણાબા તાલુકો માળીયા મીયાણા, મહેશભાઈ માઘુભાઈ જાદવ (૪૦) રહે. ટીબડી, રાજુભાઈ જવસિંગ પરમાર (૩૧) રહે. ટીબડી, જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા જાતે કોળી (૫૫) રહે. ધુનડા (સ), મનુભાઈ ધનજીભાઈ ડાભી જાતે કોળી (૪૫) રહે. મયુરનગર, રમેશભાઈ જેઠાભાઈ સોલંકી જાતે અનુ. જાતી (૪૩) રહે. આંદરણા અને અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોર (૨૪) રહે.પીપળીયા વાળાની ધરપકડ કરી હતી આ શખ્સો ઉપરાંત ૧૨ આમ કુલ મળીને ૨૨ સામે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૯ અને ૩૪૧ મુજબ ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News