ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે નાના ખીજડીયા ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું 'ધરતી કહે પુકાર કે….' નાટક રજુ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાના ખીજડીયાના ગ્રામજનો જોડાયા હતા.




Latest News