ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૧૯ માં સગા ભાઇ ઉપર જીવલેણ હુમલો કરી ચાર વર્ષથી ફરાર આરોપી સેલવાસથી પકડાયો


SHARE











મોરબીમાં વર્ષ ૨૦૧૯ માં સગા ભાઇ ઉપર જીવલેણ હુમલો કરી ચાર વર્ષથી ફરાર આરોપી સેલવાસથી પકડાયો

રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરવામાં આવેલી હોય એસપી દ્વારા એલસીબી અને પેરોલ પ

ફર્લોની ટીમને આ બાબતે સૂચિત કરાયા હતા.દરમિયાનમાં એલસીબીના પીઆઇ ઢોલ તથા ટીમ વોચમાં હતી અને બાતમી મળી હતી કે મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૧૯ માં થયેલ જીવલેણ મારામારીનો આરોપી હાલ સેલવાસ ખાતે છે જેથી ત્યાં પહોંચીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એલસીબીની પેરોલ ટીમના એએસઆઈ જીજ્ઞાસાબેન કણસાગરા અને ચંદ્રકાંતભાઇ વામજાને ખાનગીરાહે હકિકત મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ મથકના વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલ આઈપીસી કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) ના ગુનામાં  છેલ્લા ચારેક વર્ષથી ફરાર આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી રહે.મુળ બંડુઆ તા.સરીદા જી.હમીરપુર ઉત્તરપ્રદેશ હાલમાં વલસાડના સેલવાસ તરફ છે તે હક્કિત આધારે પોલીસ ટીમે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે (શાસ્ત્રી) (ઉ.વ.૩૮) ધંધો સિક્યુરીટી રહે.મુળ બંડુઆ તા.સરીદા, થાણુ મુસ્કરા જી.હમીરપુર ઉત્તરપ્રદેશ વાળો રહે. હાલ સાયલી ગામ, સાયલી- સેલવાસરોડ ઉપર સાંઇબાબના મંદિર સામે ચાલમાં તા.જી.સેલવાસ વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની તપાસ માટે તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે તે સમયે સગાભાઈ ઉપર છરી વડે જીવણ હુમલો કરવાના ગુના માટે તે છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના જોન્સનગર લાતી પ્લોટ શેરી નંબર-૧૨ ખાતે રહેતા નૂરજહાંબેન હુસેનભાઇ પીપરવાડીયા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાનમાં ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેઓને ઈજા થતા શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ ગોકુલનગર વિસ્તાર શેરી નંબર-૧૦ માં રહેતા રામજીભાઈ હીરાભાઈ ડાભી નામના ૭૩ વર્ષના વૃદ્ધને પણ બાઈક લઈને જતા સમયે ઘર નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેથી ઉપરોક્ત બંને બનાવની નોંધ કરીને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News