મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના ત્રાજપર વિસ્તારમાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામ કુવા વાળી શેરીમાં રહેતા રવિ પરસોતમભાઈ રાઠોડ (૩૪) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ આર.એન. ડાંગર ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર મેઇન શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી વરલી જુગારના આંકડા લખેલ સાહિત્ય તથા ૨૦૨૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા જાતે પટેલ (૪૦) રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ જેની પાસે કપાત કરાવતો હતો તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News