મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહોમાં ૭ થી ૧૮ વર્ષની દિકરીઓ માટે વિના મુલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE







મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહોમાં ૭ થી ૧૮ વર્ષની દિકરીઓ માટે વિના મુલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી જિલ્લામાં બે બાળ સંભાળ ગૃહો આવેલા છે. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય- મોરબી(કલ્યાણ ગ્રામ, શોભેશ્વર રોડ, મોરબી, તા.જિ. મોરબી) અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન-હળવદ (ગુરુકુળ પરિસર, સરા રોડ, હળવદ, તા. હળવદ, જિ.મોરબી) જે જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ ની કલમ-૫૦ હેઠળ રજીસ્ટ્રેશન થયેલ સ્વૈચ્છિક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓ છે.

અહિં ૭ થી ૧૮ વર્ષની ઉમર સુધીની કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી દિકરીઓ જેમાં અનાથ, નિરાધાર, આશ્રય રહિત, એકલવાળી, માતા-પિતાની ગંભીર માંદગીનાના કારણે દિકરીઓની સંભાળ લેવા સક્ષમ ન હોય તેવા માતા-પિતાની દિકરીઓ અને કુદરતી કે કૃત્રિમ આપત્તિઓનો ભોગ બનેલ, શેરી-સ્લમ વિસ્તાર (ઝુંપડપટ્ટી) વગેરેમાં રહેતી દિકરીઓને અહીં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ આપવામાં આવેલ દિકરીઓને આશ્રય, ખોરાક, આરોગ્ય, શિક્ષણ અને જરૂરી તમામ સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે.

બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રવેશ માટેનો અંતિમ નિર્ણય જિલ્લા બાળ કલ્યાણ સમિતિ-મોરબી દ્વારા જ લેવામાં આવશે તથા મોરબી જિલ્લાની દિકરીઓને પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે. અહિં પ્રવેશ માટે ડૉ.વિપુલ શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ -મોરબી, મો.નં. ૯૪૨૭૫૧૨૮૩૬, સુરક્ષા અધિકારી  મો.નં. ૭૦૯૬૮૦૨૭૧૧ અથવા ૯૫૮૬૪૦૫૪૫૩ કે અધિક્ષક ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય-મોરબી, મો.નં. ૯૮૭૯૪૯૮૭૮૭ અથવા અધિક્ષક, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન-હળવદ મો.નં. ૯૮૨૪૯૯૪૮૯૧ નો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News