મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી માટે ગૌરવપ્રદ: રાજ્યકક્ષાની ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં બે પ્રોજેકટ પસંદગી પામ્યા


SHARE







મોરબી માટે ગૌરવપ્રદ: રાજ્યકક્ષાની ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં બે પ્રોજેકટ પસંદગી પામ્યા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની જીલ્લાકક્ષાની ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ '૨૩ નું આયોજન કરેલ.જેમાં તાલુકાકક્ષાએ પસંદ પામેલા ૨૬૦ જેટલા ઉચ્ચસ્તરનાં પ્રોજેક્ટ્સમાંથી ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ જીલ્લાકક્ષાએ પસંદ પામ્યા હતા. રાજ્યકક્ષાની ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ'-૨૩ સાયન્સ સીટી- અમદાવાદ ખાતે  યોજાયેલ જેમાં કુલ ૩૩૦ પ્રોજેક્ટ્સ રજુ થયા હતા.જેમા ૨૬ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગીકારોએ પસંદ કરેલા જેમાં  મોરબી જીલ્લાનાં બે પ્રોજેક્ટ્સ પસંદગી પામેલ છે.

મોરબી જીલ્લાનાં એક પ્રોજેક્ટના લીડર તરીકે રાઠોડ હિમાંશુભાઈ પી. (શ્રી આરએમએસએ સરકારી માધ્યમિક શાળા વેગડવાવ તા.હળવદ) માર્ગદર્શક શિક્ષક ડાંગર ભાવેશભાઈ ડી. તથા બીજા પ્રોજેક્ટ્સના લીડર તરીકે રબારી રવિભાઈ (શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા) તથા તેમનાં માર્ગદર્શક શિક્ષક પાંચોટીયા જીતેન્દ્રભાઈ તથા ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૩ માં ભાગ લીધેલ બધા જ વિધાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકમિત્રો વાલીઓ તથા સ્કૂલનાં આચાર્ય તથા સંચાલકોને મોરબી જીલ્લા કલેકટર, મોરબી જીલ્લા શિક્ષણાધિકારી, મોરબી પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી,  "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ.ભટ્ટ તથા જીલ્લા કો- ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ તરફથી અભિનંદન  પાઠવવામાં આવ્યા હતા.






Latest News