મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓવરસ્પીડમાં આવી રહેલ ડબલ સવારી બાઇક કેનાલમાં ખાબક્યું, એક યુવાનનો બચાવ, એકની શોધખોળ


SHARE







મોરબી નજીક ઓવરસ્પીડમાં આવી રહેલ ડબલ સવારી બાઇક કેનાલમાં ખાબક્યું, એક યુવાનનો બચાવ, એકની શોધખોળ

મોરબી નજીકના નીંચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી ઓવર સ્પીડમાં ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે વાંકળા તરફ જવાના રસ્તે બાઇક સીધું જ કેનાલમાં ખાબક્યું હતું જેથી કરીને તે બાઈકમાં બેઠેલા બંને યુવાન કેનાલમાં પડ્યા હતા જો કે, એક યુવાનનો બચાવ થઈ ગયેલ છે અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલા એક યુવાનને શોધવા માટે હાલમાં પણ ફાયર વિભાગની ટિમ કામ કરી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીંચી માંડલ ગામ પાસેથી નર્મદની મચ્છુ કેનાલ પસાર થાય છે અને કેનાલ ઉપરથી વાંકળા જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક નિકળ્યું હતું ત્યારે તે બાઇક સીધું જ કેનાલમાં ખાબક્યું હતું જેથી બંને યુવાનો પણ કેનાલમાં પડ્યા હતા જો કે, સુનિલ રહે. રફાળેશ્વર નામના યુવાનને તૂતજ બહાર કાઢવામાં આવ્યો હોવાથી તે બચી ગયેલ છે જો કે, તેની સાથે બાઈકમાં બેઠેલ અશ્વિન કાળુભાઇ મોઢુતરિયા રહે. રફાળેશ્વર નામનો યુવાન કેનાલના પાણીમાં ડૂબી ગયેલ છે તેનો પત્તો લાગેલ નથી જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની કવાયતા કરી હતી જો કે, અશ્વિનનો હજુ સુધી પત્તો લાગેલા નથી આ બનાવની જાણ થતાં આસપાસના લોકો તેમજ નીંચી માંડલ ગામના સરપંચ પદુભા સહિતના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી હાલમાં પાનાં ફાયરની ટીમ સ્થળ ઉપર કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે કવાયત કરી રહી છે






Latest News