મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન તેનું મોત મોત નીપજયું હતું જેથી હત્યાના ગુનામાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ થોડા દિવસો પહેલા નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કેથોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને  આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન લાખાભાઈ બાંભવાનું મોત નીપજયું હતુ જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસે આ ગુનામાં આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News