મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર પાસે જીનમાંથી ૨૨ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ચાર શખ્સોની ૪.૯૮ લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE











મોરબીના ડાયમંડનગર પાસે જીનમાંથી ૨૨ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ચાર શખ્સોની ૪.૯૮ લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીનમાંથી એક બે નહીં પરંતુ ૨૨ જેટલી ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧.૯૮ લાખની કિંમતની ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં બોલેરોમાં ચોરાઉ મોટર લઈને જઇ રહેલા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને ૪.૯૮ લાખના મુદામાલને કબજે કરેલ છે

મોરબી તાલુકાના આમરણ ડાયમંડ નગર ખાતે રહેતા રાજેશભાઈ દયાલજીભાઈ બોડા જાતે પટેલ (૪૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે જીનમાંથી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર ડાયમંડ નગર નજીક પુરુષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું તેઓનું જીન આવેલું છે જેમાં ગત તા. ૩૦/૧૦ થી લઈને ૨૨/૧૧ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીનના સેડની બારી તોડી અંદર પ્રવેશ કરી જીનમાં ચરખામાં લગાવેલ ઇલેક્ટ્રિક મોટર નંગ ૨૨ જેની કિંમત ૧.૯૮ લાખના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી હતી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે ધુળકોટ ગામની સીમમાં ઝવેરી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પુલ ઉપરથી બોલેરો ગાડી નં. જીજે ૩૬ ટી ૮૩૧૮ નીકળી હતી જેને રોકીને ચેક કરતાં તેમાં ચાર શખ્સ બેઠા હતા જેની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપના માધ્યમથી ગાડીને સર્ચ કરતા ગાડીના માલિક ખીમજીભાઇ બચુભાઇ કોસીયા હોવાનું સામે આવ્યું હતું જે ત્યાં હાજર ન હતા અને જે ચાર શાખ્સ ગાડીમાં હતા તેમાંથી અશોભાઇ ધીરૂભાઇ દેલવાડીયા તથા ભરતભાઈ ભવાનભાઈ ગાંગડીયાનો ગુનાહિત ઇતિહાસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ગાડી ચેક કરતાં તેમાંથી પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ જીનમાંથી ચોરી કરવામાં આવેલ ૨૨ ઇલેકટ્રીક મોટર મળી આવી હતી આને આ ચારેય શખ્સોએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જેથી તાલુકા પોલીસે સંજયભાઇ લીબુભાઇ કુઢીયા (૨૭) રહે. ભીમસર ત્રણ માળીયા મોરબી, સુરેશભાઇ લાભુભાઈ કુંઢીયા (૨૭) રહે. ઇન્દીરાનગર મોરબી, અશોકભાઇ ધીરૂભાઇ દેલવાડીયા (૩૪) રહે. લીલાપર ચાર માળીયા મોરબી અને ભરતભાઇ ભવાનભાઈ ગાંગડીયા (૨૪) રહે. લીલાપર ચાર માળીયા મોરબી વાળાની ધરપકડ કરી છે આ કામગીરી તાલુકાનાં પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, જશપાલસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલાએ કરી હતી






Latest News