હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











ટંકારાના મિતાણા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ મીતાણા ઓરબ્રીજથી મોરબી તરફ આવતા રસ્તા ઉપર પેટ્રોલ પંપ નજીક બાઇકને અજાણ્યા વાહન ચાલાકે હજફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મૂળ પડધરી તાલુકાના નારણકા (બાધી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સિટી મોલની પાછળના ભાગમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે નીલકંઠ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ રાજેશભાઈ કાંજિયા જાતે પટેલે અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા રમેશભાઈ પોપટભાઈ કાંજિયા પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇએફ ૩૭૯૫ લઈને નારણકા બાધી ગામ થી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે મીતાણા ઓવર બ્રિજ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા તેનું મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News