મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના લાભનગરમાં મંગળવારે રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘ માર્યો હતો જેથી તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (૪૮)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તે યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા જો કે, ત્યાં ટૂંકી સારવારમાં રાજેશદાન ગઢવીનું મોત નીપજયું હતું જે હત્યના બનાવમાં હાલમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (૫૫) રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી વાળાએ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે ત્યારે મોરબીના લાભનગરમાં ફટાકડા ફોડવાનો ઝઘડો હત્યા સુધી પહોચ્યો છે હાલમાં જે આરોપીની ધરપકડ કરેલ છે તેની ઉપર અગાઉ પ્રોહિબિશન, મારા મારી સહિતના આઠ જેટલા ગુના નોંધાયેલ છે અને તેની સામે હદપારી સહિતના પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે જો કે, દિવાળીના તહેવાર પહેલા ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટમાં યુવાની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ગઢવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે 






Latest News