મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે શનિવારે સંતવાણી, સજનપર ગામે નાટકનું આયોજન


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે શનિવારે સંતવાણી, સજનપર ગામે નાટકનું આયોજન

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે કાળી ચૌદસના દિવસે ભવ્ય ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તે રીતે જ સજનપર ગામે બુધવારના રોજ નાટકનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા તા.૧૧ ને શનિવારે કાળી ચૌદશ નિમિતે ભવ્ય ભજન અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.રફાળેશ્વર ચોકડી ભૂદેવ પાનની બાજુમાં આવેલા શ્રી હનુમાનજી મંદીર ૮-એ નેશનલ હાઈવે સામાકાંઠે મોરબી-૨ ખાતે યોજાનાર આ સંતવાણી-ભજનનાં કાર્યક્રમમાં રામદાસ ગોંડલીયા તેમજ ચંદુભાઈ ડાભી (બેન્જો) અને સાજીંદા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે.જેનો લાભ લેવા રફાળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સજનપર ગામે નાટક યોજાશે

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા સજનપર ગામે ગૌશાળાના લાભાર્થે શ્રી બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સજનપર ગામ સમસ્ત દ્વારા નાટકનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ઐતિહાસિક નાટક 'જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠારાનો ઇતિહાસ' તેમજ સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'વાંઢાની વેદના' દર્શાવવામાં આવશે માટે ગાયમાતાના લાભાર્થે યોજાનાર આ બંને નાટકો નિહાળવા અને ગૌ સેવાનો લાભ લેવા આયોજક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૧૫ ને બુધવારના (ભાઈબીજ) દિવસે રાત્રિના ૯:૩૦ કલાકે સજનપર ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ નાટક યોજનાર હોય શ્રી બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ અને સમસ્ત સજનપર ગામ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News