ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટે ચેક રિટર્નના કેસમાં રાજકોટના વેપારીને કરી એક વર્ષની સજા


SHARE





ટંકારાની કોર્ટે ચેક રિટર્નના કેસમાં રાજકોટના વેપારીને કરી એક વર્ષની સજા

ટંકારના વેપારી પાસેથી માલ લઈને રાજકોટના વેપારીએ ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થયો હતો માટે તેની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી જે કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક પેટેના ૧૮૯૩૮૫ ચુકવવા આદેશ કરવામાં આવેલ છે

ટંકારામાં આવેલ માનશી ફેશન વર્લ્ડના પ્રોપરાઇટર પરેશભાઈ કાનજીભાઈ દુબારિયાએ વર્ષ ૨૦૨૨ માં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં તેને જણાવ્યુ હતું કે, રાજકોટના રહેવાસી શૈલેષભાઈ કાંતિભાઈ જોબનપુત્રાએ તેની પાસેથી જુદી જુદી વેરાયટીના કપડાની ખરીદી કરેલ હતી આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી પરેશભાઈ કાનજીભાઈ દુબારિયાએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિ. મેજી. ફ.ક સાહેબની કોર્ટમાં વકીલ અમિત પી. જાની, રાહુલ ડી. ડાંગર ,કેતન બી. ચૌહાણ તથા જ્યોતિ પી. દુબરીયા મારફતે સપ્ટેબર ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં ટંકારાની કોરટમાં જજ એસ.જી. શેખ  સાહેબએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની બાકી રહતી રકમ  ૬૦ દિવસમાં ૧૮૯૩૮૫ ચૂકવવા આદેશ કરેલ છે અને રકમ ણ ચૂકવે તો વધુ ૩ મહિનાની સાદી કેદનો હુકમ કરેલ છે 




Latest News