વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ગઢની રાંગે હિસાબના પૈસા આપવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત ચાર શ્ખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં ગઢની રાંગે હિસાબના પૈસા આપવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત ચાર શ્ખ્સોએ માર માર્યો

મોરબીના ગઢની રાંગ વિસ્તારની અંદર આવેલ દુકાને હિસાબના પૈસા આપવા માટે ગયેલા યુવાનને દુકાનદાર સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા ગાળો આપીને ધોકા વડે છાતી અને પીઠન ભાગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી નજીક સ્લમ કવર્ટરના બ્લોક નંબર ૧૨૮ માં રહેતા રામપ્રતાપ દિનકરભાઇ ઝાલા (૨૮) એ હાલમાં ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી હેન્ડલુમ નામની દુકાન ધરાવતા નિરવભાઈ પટેલતેના કાકા અને અન્ય બે કારીગરો આમ કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ હિસાબના પૈસા આપવા માટે ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી દુકાને ગયા હતા ત્યારે આરોપી નીરવ પટેલ અને તેના કાકા અન્ય બે કારીગરોએ તેની સાથે બોલાચાલી કરીને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ તેને ધોકા વડે છાતી અને પીઠના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રામપ્રતાપે સારવાર લીધા બાદ પોલીસ સ્ટેશન ખાતે દુકાનદાર સહિત ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News