ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે તું પરિવારમાં ધ્યાને દેતો નથી માતાએ ઠપકો આપતા દીકરાએ ન કરવાનું કર્યું


SHARE







મોરબીના ખરેડા ગામે તું પરિવારમાં ધ્યાને દેતો નથી માતાએ ઠપકો આપતા દીકરાએ ન કરવાનું કર્યું

મોરબી તાલુકાના ખરેડા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની માતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે દલસુખભાઈ મનજીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ અમરસિંગ માનકર જાતે આદિવાસી (૨૧) એ વાડીએ હતા ત્યારે કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઇ હોવાથી મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ યુવાનને તેની માતાએ ઠપકોઆપ્યો હતો કે તું પરિવાર નું ધ્યાન દેતો નથી તારા દીકરાને ત્રણ દિવસથી તાવ આવે છે તેમ છતાં સારવાર માટે લઈ ગયેલ નથી એવું કહેતા મનોમન લાગી આવતા યુવાનને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ છે






Latest News