મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ઘરમાંથી ૩૯ બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીના વજેપરમાં ઘરમાંથી ૩૯ બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૩૯ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં- ૪ માં રહેતા અરવિંદભાઈ બાટીના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસી ટીમ દ્વારા વજેપર શેરી નંબર-૪ માં રહેણાક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૩,૮૫૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અરવિંદભાઈ દાદુભાઇ બાટી જાતે ગઢવી (૩૨) રહે વજેપર શેરી નંબર-૪ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને દુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલથી તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તુલસી પાર્કની સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની મોંઘી દાટે એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૨૯) રહે વજેપર શેરી નં-૪ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News