મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાભનગરમાં ફટાકડા ફોડવાના ડખ્ખામાં છરીનો ઘા ઝીકિને ગઢવી યુવાનની હત્યા: આરોપી પોલીસની હાથવેંતમાં


SHARE











મોરબીના લાભનગરમાં ફટાકડા ફોડવાના ડખ્ખામાં છરીનો ઘા ઝીકિને ગઢવી યુવાનની હત્યા: આરોપી પોલીસની હાથવેંતમાં

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ લાભનગરમાં રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં એક યુવાનને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘ મરવામાં આવ્યો હતો જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી બેભાન અલકમાં રાજકોટ ખાતે લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ હાલમાં હત્યામાં પલટાયો છે અને પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથ વેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે

દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે દરમિયાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ત્યાં યુવાનને છાતીના ભાગે જીવલેણ ઘ ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું છે આ બનાવની સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી પ્રમાણે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ જામ નામનો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં રહેતો શખ્સ ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવા બાબતે ત્યાં બોલાચાલી થઈ હતી

જેથી કરીને લાભનગર -૧ માં રહેતા લાખભાઇ ગઢવીના સબંધી રાજેશભાઈ અમરસંગ નાંધુ જાતે ગઢવી (૪૮) નામનો યુવાન ત્યાં ગયો હતો અને ત્યારે વલીમામદ જામને તે ફટાકડા ન ફોડવા બાબતે સમજાવતો હતો દરમિયાન વલીમામદ જામે તેની પાસે રહેલ છરી રાજેશભાઈ ગઢવીને છાતીના ભાગે ઝીકિ દીધી હતી જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો

જો કે, ટૂંકી સારવાર દરમિયાન રાજેશભાઈ ગઢવીનું રાજકોટ ખાતે મોત નીપજયું છે જેથી કરીને મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે શરૂ થયેલ માથાકૂટનો બનાવ હત્યામાં પલટયો છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને પોલીસ દ્વારા હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી પોલીસની હાથ વેંતમાં જ છે 






Latest News