મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક ખાતે રહેતા યુવાને ૨૦ હજાર રૂપિયા હાથ ઊંછીના આપ્યા હતા જે પરત માંગતા તે યુવાન મોરબીના સનાળા રોડ ઉપર હતો ત્યારે તેને ગાળો આપીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેની યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક સોસાયટી વાસ્તુ બિલ્ડિંગની બાજુમાં રહેતા જયદીપભાઇ રમેશભાઈ ભાડજા જાતે પટેલ (૩૮)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને દીપકભાઈ બુધ્ધદેવ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેણે દસ દિવસ પહેલા આરોપીને હાથ ઉછીના ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા જે તેણે પરત માગતા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે તે હતો ત્યારે ત્યાં આરોપીએ આવીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેના નેફામાંથી છરી કાઢીને ફરિયાદી યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકયા હતા ત્યારે છાતીની નીચે પડખાના ભાગે છરીનો ઊંડો ઘા માર્યો હતો અને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દીપકભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ (૨૮) રહે. વાઘપરા શેરી નંબર-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News